અનુસરણ

Thu03Jun10

એક શિયાળ હતું. એક વાર શિકારીથી બચવા ભાગી રહ્યું હતું ત્યારે આગલા પગને ઇજા થતાં તે નકામા થઈ ગયા. એક કઠિયારો એને ઘણી વાર જોતો. એના મનમાં સવાલ થતો: આ લંગડું શિયાળ પેટપૂજાનો પ્રબંધ કઈ રીતે કરતું હશે?

એક દિવસ એણે જોયું કે એક વાઘ શિયાળ તરફ આવી રહ્યો છે. કઠિયારો છુપાઈને તાલ જોવા લાગ્યો. વાઘના મોંમાં તાજો શિકાર હતો. શિયાળની પાસે આવીને તેણે શિકારને નીચે ફેંક્યો અને પછી ટેસથી ખાવા લાગ્યો. પેટ ભરીને ખાધા પછી વઘ્યુંઘટયું માંસ શિયાળ માટે છોડીને વાઘ જતો રહ્યો.

પછીના દિવસે પણ સર્જનહારે આ જ રીતે શિયાળની ભૂખ શાંત કરી. કઠિયારો વિચારવા લાગ્યો: જો ભગવાન આ શિયાળનો આટલો ખ્યાલ રાખતો હોય તો મારે મહેનત કરવાની શી જરૂર છે? હુંય શું કામ ચુપચાપ એક ખૂણામાં પડ્યો ન રહું ને ભગવાન જે ભોજન મોકલે એની રાહ ન જોઉં?

કઠિયારો ભારે શ્રદ્ધાળુ હતો. એને ઈશ્વર પર પૂરો ભરોસો હતો. તેણે કુહાડીનો કર્યો ઘા ને બેસી ગયો ઝાડ નીચે. બે દિવસ પસાર થઈ ગયા, પણ ભગવાને ભોજન મોકલ્યું નહીં. એ રાહ જોતો રહ્યો. ભૂખના માર્યા કઠિયારાની હાલત ખરાબ થઈ ગઈ, એનું વજન ઘટવા માંડ્યું, સૂકાઈને એ સાવ કાંટા જેવો થઈ ગયો. એની શ્રદ્ધા દાવ પર મુકાઈ ચૂકી હતી. એને મરવું મંજૂર હતું, પણ માલિક પર અવિશ્વાસ કરવો કબૂલ નહોતું.

ભૂખને કારણે તેનું શરીર તદ્દન ક્ષીણ થઈ ચૂક્યું હતું. તેની ચેતના હણાવાની તૈયારીમાં હતી એ જ વખતે તેને એક અવાજ સંભળાયો: ‘મૂર્ખ, તેં ખોટી વાતનું અનુસરણ કર્યું. તારી પાસે સરસ મજાના પગ હતા તો લંગડા શિયાળની નકલ કરવાની શી જરૂર હતી? તારે અપંગ શિયાળના નહીં, વાઘના રસ્તા પર ચાલવાની જરૂર હતી.’

અનુસરણ સબળાનું કરવાનું હોય, નબળાનું નહીં. અનુસરણ એવું હોવું જોઇએ કે જેનાથી આપણી ક્ષમતામાં વધારો થાય.

Advertisements

One Response to “અનુસરણ”

  1. Bimal Says:

    Very nice article. I appreciate this. Thanks for sending such a good article.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: