આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

Thu20Jan11

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો.
આ માણસ હવે
જરૂર જેટલીજ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
સામે કોણ છે એ જોઈ
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વિચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
આજે સીતા તો કાલે ગીતા એમ
મિસીસ ને છોડી મિસને એ કોલ કરતો થઈ ગયો
મોડેલ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
પડોશીનું ઉચુ મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું ,થોડી રાહ જોઈ હોત તોઈ
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ્
ફાયદો જોઈ મિત્રો બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
ઈનકમિંગ – આઉટ ગોંઈગના ચાર્જના ચક્કમાં
કુટુંબના જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: